________________
EARNING
૧૮૫
નીરખીને નવયૌવના, લેશ ન વિષય નિદાના ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન છે Let me say my daughter, ભગવાનને ય અભડાવી દે એવો આ ટાઇમ છે. આજે નારીને પહેલા કરતાં ય Double coverની અને Double Securityની જરૂર છે, ત્યારે એ More open અને More insecured બની છે. એ જોઈને સમજદાર લોકોનું હૈયું ચિરાઈ જાય છે. તેઓ આ બાબતમાં કાંઈ પણ બોલવા જાય, તો એમને વિકાસવિરોધી ગણવામાં આવે. પછાત અને જુનવાણી ગણવામાં આવે ને નારીવાદી સંસ્થાઓ જ તેમના વિરોધમાં સરઘસ કાઢે એને અજ્ઞાન અને કરુણતાની એક સીમા ગણવી જોઈએ. મારી વ્હાલી, નારીને ઘરની જરૂર હોય છે અને ઘરને નારીની જરૂર હોય છે. ઘરની રાણી,
જ્યારે કોઈની નોકરાણી થવા ઘરની બહાર નીકળે છે ત્યારે તે પોતે ય હેરાન-પરેશાન થઈ જાય છે અને આખું ઘર પણ હેરાન-પરેશાન થઈ જાય છે. ઋગ્વદની એક ઋચામાં લગ્ન વખતે કન્યાને આપવાના આશીર્વાદ લખેલા છે – “તારા ઘરની રાણી થઈને રાજ કરજે.”