________________
EARNING
૧૮૯
& rich enough. My dear, પહેલા ઇચ્છા કરવી ને પછી એ ઇચ્છા પૂરી કરવા માટે જાત ઘસી નાંખવી, એના કરતાં ઇચ્છાથી મુક્ત થઈ જવું એ જ સારું નથી લાગતું? પંચસૂત્રમાં સુખનું આ જ રહસ્ય જણાવ્યું છે – अणिच्छेच्छा इच्छा ઇચ્છા એક જ કરો કે મને કોઈ જ ઇચ્છા ન રહે.
Desire to be desireless.
બેટા, આ બધાં જીવનસૂત્રો છે. જીવનભર યાદ રાખવા જેવા. જીવનમાં ડગલે ને પગલે લાગુ કરવા જેવા. ઇચ્છાઓના પહાડ નીચે કચડાઈ મરવા કરતાં ઇચ્છાઓને ફગાવી દેવી એ જ શ્રેયસ્કર છે. પેલી કવિતા યાદ આવે – કેટલા હળવા ફૂલ જેવા થઈ ગયા, એક ઇચ્છાને મેં ફંગોળી પછી. Yes my daughter, Desire is Weight, Desire is Death. સંસારમાં કેટલીક મૂર્ખ નારીઓ હોય છે. જેઓ નિત-નવી માંગણી કરીને