________________
૧૮૬
લવ યુ ડોટર
સફળ અને સુખી સ્ત્રીના
ઘણા બધાં રહસ્યો આ એક જ વાક્યમાં
સમાઈ ગયાં છે.
બેટા,
સાર એટલો જ છે
કે એક સ્ત્રી જ્યારે કમાતી હોય છે,
ત્યારે અનેકગણું ગુમાવતી હોય છે.
In other words
Earning Woman
is like a Burning Woman.
આપણી સંસ્કૃતિમાં
સ્ત્રીને આર્થિક સ્વતંત્રતા હતી જ.
પતિ એની કમાણી
પત્નીના હાથમાં મૂકી દેતો.
બહારગામ જવાનું થાય
ત્યારે પતિ પત્ની પૈસા માંગતો.
પત્ની પૂછતી ય ખરી
“કેમ આટલા બધા રૂપિયા ?’’
પતિની કમાણીને
પોતાની જ કમાણી સમજીને
ઘરની રાણી થઈને રહેતી
આજે ય કરોડો ગૃહિણીઓ છે.
આ Burning Woman
એમને જોઈ શકે
તો ખરેખર
એમની ઈર્ષ્યા કરતી થઈ જાય.