________________
EARNING
વ્હાલી દીકરી,
કમાણી ક૨વા વિશે સ્ત્રીઓના વ્યક્તિગત અભિપ્રાયો લેવામાં આવે,
તો કદાચ સેંકડોની સંખ્યામાં જુદાં-જુદાં અભિપ્રાયો મળે. પણ આપણે સૌ પ્રથમ
મધ્યસ્થ વિચારણા કરવી છે.
જરૂરિયાતવાળા પરિવારમાં
સ્ત્રી-પુરુષ અને બાળકો પણ કમાણી કરવામાં જોડાય
એ સંયોગની વાત છે.
પણ વગર જરૂરતે માત્ર આર્થિક સ્વાતંત્ર્યના ખ્યાલને સંતોષવા કે બચત માટે
કે ઊંચા જીવનધોરણ માટે સ્ત્રી કામે જાય,
તો એક જરૂરતવાળા પરિવારનો નિર્વાહ અટકી જાય.
કારણ કે શિક્ષિતો માટે કામગીરીની તકો ઓછી છે.
તકો કરતાં કામ કરનારાઓ ખૂબ વધારે છે.
જો શિક્ષિત સ્ત્રીની બદલે
એક શિક્ષિત બેકાર પુરુષ કામ કરે
તો એનો પરિવાર સુખરૂપ નિર્વાહ કરી શકશે.
કદાચ કામગીરીની બહોળી તકો હોય
તો ય સ્ત્રી બહાર જાય
ત્યારે પરિવારની શી દશા થશે ?
પતિ કામ-ધંધેથી થાક્યો-પાક્યો ઘરે આવ્યો છે.
ઘરની સ્થિતિ અસ્ત-વ્યસ્ત છે.
બે-ત્રણ કામો પેન્ડિંગ પડ્યા છે.
ભૂખ કકડીને લાગી છે
પણ રસોઈના કોઈ ઠેકાણા નથી.
પતિને બધી ખબર છે,
૧૭૧