________________
EARNING
૧૭૯
ટેન્શનથી માંડીને ડિપ્રેશન સુધી.
હવે ?
દવા... ટ્રીટમેન્ટ,.. ખર્ચા... પૈસા ખાતર આ બધી ઉપાધિઓ ઊભી કરી. હવે એ ઉપાધિઓને સુલજાવવા માટે બધાં જ પૈસા વેરી દેવાના. કદાચ ઉપરથી દેવું પણ કરી દેવાનું. सुधीर्हि सर्वं परिणामरम्यं विचार्य गृह्णाति, चिरस्थितीह । બુદ્ધિમત્તા એમાં છે કે આપણે લાંબો વિચાર કરીએ, માત્ર “સારું ન જોઈએ પણ Resultમાં સારું જોઈએ. દેખીતી રીતે સારી વસ્તુનું પણ જો Result ભયંકર હોય, તો એ વસ્તુને સારી કહેવાય કે ખરાબ કરતાં ય વધારે ખરાબ કહેવાય ? એક દુશ્મન જ્યારે દોસ્તના રૂપે મળે છે, ત્યારે એ પહેલા કરતાં પણ વધારે ખતરનાક બની જાય છે. બેટા, છેલ્લા લાખો વર્ષમાં ન આવ્યો હોય, એવો કલ્ચરલ એટેક આજના સમયમાં આવ્યો છે. ભલભલા સારા માણસને પણ સાવ નીચ કક્ષાએ મૂકી દે એવો એટમોસફિયર આજે ક્રિયેટ થયો છે.