________________
૧૭૨
લવ યુ ડોટર કે જેમ પોતે થાકી-પાકીને આવ્યો છે, તેમ પત્ની પણ થાકી-પાકીને આવી છે કે આવવાની છે. છતાં ય પતિની જે જે અપેક્ષાઓ તૂટી છે તે તૂટી જ છે. પરિણામ ? Home-war. નજીવા કારણે કે વિના કારણે ગુસ્સો, તીખાં અને કડવા શબ્દો, અજંપો અને અશાંતિ, પરસ્પર સતત દોષારોપણ, તંગ વાતાવરણ. મારી વ્હાલી, ઘરમાં પગારના બે ચેક આવે એ બધાંને સારું લાગે છે, પણ એ બીજા ચેકની કિંમત ઘરને પોસાતી નથી. બાળક સ્કૂલમાંથી ઘરે આવે એટલે એને “માનો ખોળો જોઈતો હોય છે. એને કોઈ ટીચરની કે ટુડન્ટની કપ્લેઇન કરવી છે. એને એણે કરેલા કોઈ પરાક્રમની વાત કરવી છે. એને કંઈક વાગી ગયું છે, તો એને “મા” પાસે રડવું છે. એને સહાનુભૂતિ અને હૂંફની જરૂર છે, પણ ઘર જે કારણથી ઘર હતું એ કારણ જ ગેરહાજર છે. બાળક મૂંઝાય છે... ખાલીપો અનુભવે છે... થોડો નર્વસ થાય છે... થોડો ગુસ્સે થાય છે...