________________
૧૬૬
લવ યુ ડોટર “મારે શા માટે ઘસાવાનું?” આ પ્રશ્નનો જવાબ છે – ઉજળા રહેવા માટે. જે ઘસાય છે, તે ઉજળા રહે છે. જે પડી રહે છે, તે કાટ ખાઈ જાય છે.
સ્કૂલમાં વિજ્ઞાનના શિક્ષકે પ્રશ્ન કર્યો, “આજે ઘણા બધાં યંત્રોની શોધ કરવામાં આવે છે. તમે મોટા થઈને કયા યંત્રની શોધ કરશો ? બોલ પિંટુ.”
હું એવા યંત્રની શોધ કરીશ, જેનું બટન દબાવો અને હોમવર્ક થઈ જાય.” “ભારે આળસું છે તું તો. અને તું ચિંટ ?”
હું એવા યંત્રની શોધ કરીશ જે પિંટુએ શોધેલા યંત્રનું બટન દબાવી આપે.”
એકને હોમવર્ક જ નથી કરવું. ને બીજાને બટન દબાવવા જેટલી ય તસ્દી લેવી નથી. आलस्यं हि मनुष्याणां शरीरस्थो महारिपुः । नास्त्युद्यमसमो बन्धुं कृत्वा यं नावसीदति । આળસ એ મનુષ્યોના શરીરમાં રહેલો મહા-શત્રુ છે. ઉદ્યમ સમાન કોઈ સ્વજન નથી. જેનાથી મનુષ્ય સુખી થાય છે. બેટા, જ્યાં કામની વહેંચણી હોય તે ઑફિસ છે. જ્યાં કામની સમજણ હોય એ પરિવાર છે. કારકુની પદ્ધતિથી ઘરમાં બધાંનાં મન ઝડપભેર ઊંચા થાય છે.