________________
11 SECRETS
૧૩૯
જ્યાં ક્ષણે ક્ષણે પડી જવાની શક્યતા છે, એવી જગ્યાએ જઈને સાવધાની રાખવી એવું કહેવા કરતાં એવી જગ્યાએ ન જ જવું, એમ કહેવું જ બહેતર છે. “મન” ખૂબ જ ચંચળ છે. નબળા તરફ ઢળી પડવાનો એનો સ્વભાવ છે. સ્માર્ટ ફોન ખિસ્સામાં જ હોય અને બે જ સેકન્ડમાં ગંદવાડ દેખાડવાની ક્ષમતા ધરાવતો હોય, આ સ્થિતિ જ વિવેકને ઓગાળી નાંખે તેવી છે. કોણ બચી શકે ? Better છે – સ્માર્ટ ફોન રાખવો જ નહીં. સ્માર્ટ ફોન બ્રેઇન-કૅન્સર લાવે છે એ હકીકત એટલી હોરિબલ નથી, જેટલી હોરિબલ આ હકીકત છે, કે આ બધાં સાધનો કેરેક્ટરનું કૅન્સર લાવે છે. એક વાર હિંમત કરીને ટી.વી. ફોડી નાખવું સહેલું છે. પણ આપણી સભ્યતાને લજવે એવું દૃશ્ય આવતાં ચૅનલ ચૅન્જ કરી દેવી અઘરી છે. સ્માર્ટ ફોન કાઢી નાંખવો એ સહેલું છે, પણ એનો વિવેકપૂર્વકનો ઉપયોગ એ Almost impossible છે. થિયેટરમાં ગટર-ફૂલો ચાલુ થઈ જાય ત્યારે બંધ આંખે પરમાત્માનું ધ્યાન કરવું મુશ્કેલ છે,