________________
૧૪)
લવ યુ ડોટર પણ “હું કદી થિયેટરમાં જતી જ નથી.' આવી ‘ટેક’ ટકાવી રાખવી એ સહેલું છે. My dear, મેં એક બુકમાં વાંચ્યું હતું, સ્ટાર ટી.વી.નો માલિક રૂપર્ટ મરડોક પોતાના સંતાનોને કદી સ્ટાર ટી.વી. જોવા દેતો નથી. આવી વાતો ઘણી વાર મારું લોહી ઉકળાવી દેતી હોય છે. Suppose તું કોઈ ડૉક્ટર પાસે ગઈ છે. ડૉક્ટરની દીકરીને પણ Same problem થયો છે. Case બધી રીતે same હોવા છતાં એ ડૉક્ટર તને જુદી દવા આપે અને પોતાની દીકરીને જુદી દવા આપે, તો એ ડૉક્ટર તેને કેવો લાગશે? એણે આપેલી દવા તને કેવી લાગશે? Now you can realise star T. V. હવે તને સમજાશે, કે એ બધાં પોતાના સ્વાર્થ ખાતર આપણને મૂર્ખ બનાવી રહ્યા છે. આપણને અનેક રીતે લૂંટી રહ્યા છે. બેટા, આજે ઘણાં પેરન્ટ્સ એવા હોય છે, જેઓ પોતે ટી.વી. સાથે ચીટકીને બેઠાં હોય છે અને સંતાનોને ધમકાવે છે. જતો રહે અંદરના રૂમમાં.