________________
૧૫૪
मृता सभा सुधीहीना,
मृता नारी गतत्रपा
118-3811
લવ યુ ડોટર
- જે સભામાં વિદ્વાન નથી, તે મડદાં જેવી છે.
- જે સ્ત્રીમાં લજ્જા નથી, તે મડદાં જેવી છે.
માટે જ નીતિશાસ્ત્રોમાં
સ્ત્રીને નદીકાંઠે નાહવા-ધોવા ન જવાની સલાહ આપી છે. કારણ કે તેવું કરવાથી
લજ્જાનું નામો-નિશાન રહેતું નથી. હિતશિક્ષા-છત્રીશીમાં કહ્યું છે -
નાવણ ધોવણ નદીકિનારે જાતાં નિર્લજ્જ થઈએ રે.
મારી વ્હાલી,
જે વાત નદીકિનારાને લાગું પડે છે
તે જ વાત સ્વિમિંગ પૂલ, વૉટર પાર્ક, ટેનિસ ક્લબ,
અને બીજા પણ તેવા સ્થાનોને લાગુ પડે છે. આ એવા સ્થાનો છે,
જ્યાં લજ્જા લૂંટાઈ જાય છે.
I mean
‘સ્ત્રી’ લૂંટાઈ જાય છે.
Always beware of those.
(૮) સાત્ત્વિક પ્રાર્થના :
સંસ્કૃતમાં પ્ર + અર્થ ધાતુથી
પ્રાર્થના શબ્દ બન્યો છે.
જેનો અર્થ થાય છે પ્રકૃષ્ટ યાચના. યાચનામાં તુચ્છ વસ્તુઓની માંગણી હોય છે. પ્રકૃષ્ટ યાચનામાં શ્રેષ્ઠ વસ્તુઓની માંગણી હોય છે.