________________
૧૫૮
લવ યુ ડોટર મારી વ્હાલી, જો સંપત્તિ માટે સમર્પણ રાખી શકાય છે, તો શીલ માટે કેમ ન રાખી શકાય? શેઠની સામે પડતો નોકર આર્થિક લાભ ગુમાવી દે છે, મૂર્ખ તરીકે જાહેર થાય છે અને પોતાના પરિવારમાં-સમાજમાં અપમાન પામે છે, બરાબર એ જ રીતે વડીલોની સામે થનાર વ્યક્તિ સાત્ત્વિક સુખ-શાંતિનો લાભ ગુમાવી દે છે, ખરા અર્થમાં મૂર્ખામી કરે છે, અને છેવટે અપમાનિત જ થાય છે. બેટા, Art of earning કરતાં પણ Art of dedicating એ ખૂબ જ important છે. બની શકે કે વડીલોનો Nature... એમની Style આપણને match ન થાય. So what? આપણે એમને Match થઈ જવું. આ જ તો સાત્ત્વિક સમર્પણ છે. મારી લાડલી, આપણી lifeમાં આપણે બધે જ આપણી choice કે wish નથી જોતાં, પણ Plus-Minus જોઈએ છીએ. I mean લાભ-નુકસાન.