________________
11 SECRETS
૧પ૭
એ વ્યક્તિ શું કરી નાંખે, એનો હકીકતમાં કોઈ જ ભરોસો નથી. આ સ્થિતિમાં આપણા ચારિત્રની સુરક્ષા સાત્ત્વિક સમર્પણથી જ થઈ શકે એમ છે. સમર્પણ એ ગુલામી નથી, સુરક્ષા છે, સાત્ત્વિક સમર્પણનું બીજું નામ છે વૃદ્ધોપજીવન. વડીલોના આશ્રિત થઈને રહેવું. વડીલોને આશ્રય બનાવીને રહેવું. જે કરીએ તે તેમને પૂછીને કરવું. તેમનું માર્ગદર્શન લેવું. તેઓ કડવા શબ્દોમાં કહે, તો પણ સહર્ષ સ્વીકાર કરવો.
છગન એક દુકાનમાં સેલ્સમેનની નોકરીએ લાગ્યો. મગન એ જ દુકાનમાં ખરીદી કરવા ગયો. શેઠે છગનને “એ બેવકુફ !” એમ કહીને કોઈ વસ્તુ લાવવા કહી. છગને હસતાં હસતાં વસ્તુ આપી. સાંજે મગને છગનને ફોન કર્યો. તારા શેઠે તને બેવકુફ કહ્યું, ને તે સાંભળી લીધું ?” છગને જવાબ આપ્યો – “સાંભળી જ લઉં ને. હું કાંઈ બેવકુફ થોડો છું?”