________________
૧૫૨
લવ યુ ડોટર દુર્જનો ભલે ભલે બેટા, તું હાથી બની રહેજે. આંખ આડા કાન કરજે, ઉપેક્ષા કરજે, પણ ખોટી શરમમાં તણાઈને તારા સદ્ગણોને નહીં છોડતી.
બીજી લજ્જા છે સાત્ત્વિક લજ્જા - સાચી લજ્જા. જે આપણને ખોટું કામ કરતાં રોકે, જે આપણને આપણી સભ્યતાઓમાં સુરક્ષિત રાખે. બેટા, સાચી લજ્જા એ આપણી જીવન-મૂડી છે. એ આપણું સર્વસ્વ છે, જે ફ્રેન્ડ, જે બુક, જે ચૅનલ, જે સાઇટ, જે એટમોસફિયર આ લજ્જાને તોડી દે, એનાથી તું હંમેશા ૧૦૦ ફૂટ દૂર રહેજે. બૃહત્કલ્પ આગમમાં કહ્યું છે – लज्जाविणासे व स किं ण कुज्जा ? એક વાર આ લજ્જાનો વિનાશ થઈ ગયો, પછી એ વ્યક્તિ કયું ખોટું કામ નહીં કરે ? મારી વ્હાલી, દુનિયા જેને Bold કહેતી હોય છે, તેના જીવનમાં આ સાચી શરમનું પૂરેપૂરું દેવાળું નીકળી ચૂક્યું હોય છે. તેના જીવનમાં તમામે તમામ નિમ્ન સંભાવનાઓ ખુલ્લી હોય છે.