________________
૧૪૪
લવ યુ ડોટર
પત્નીને હીરો ગમે છે.
હવે જે ગમી છે, તે કદી મળવાની નથી
અને મળી છે, તે કદી ગમવાની નથી.
Result ?
રામાયણ અને મહાભારત.
When love is thin, faults are thik. નાની નાની વાતે ઝઘડા,
વગર કારણે ઝઘડા.
ગૃહક્લેશ, માનસિક ત્રાસ, મારપીટ, કોર્ટ-કેસ, છૂટાછેડા... આપઘાત.
કરોડો ઘરની સુખ-શાંતિને સળગાવી દેવાનું કામ આ ગંદવાડે કર્યું છે.
લાખો છૂટાછેડાઓના મૂળમાં આ ગંદવાડ છે. જ્યારે જ્યારે કોઈ સજ્જન
આ ગંદવાડને સાફ કરવા માટે આગળ આવે, ત્યારે ત્યારે
કેટલાંક ફરેલ માથાવાળા અભિવ્યક્તિ – સ્વાતંત્ર્યને નામે
એનો વિરોધ કરે છે,
“મારે શું જોવું ? એ મારે નક્કી કરવાનું છે.”
આવી અલ્લડ વાતો કરે છે,
તેમને ખબર નથી હોતી
કે તેઓ ખૂનીઓ અને બળાત્કારીઓને
પેદા કરવાનું પાપ કરી રહ્યા છે,
જે તાત્ત્વિક દૃષ્ટિએ
ખૂન અને બળાત્કાર કરવા કરતાં પણ વધુ હિચકારું નૃત્ય છે.