________________
11 SECRETS
આપણે T.V. - Cinema સામે આંદોલન ન કરીએ
તો ય
કમ સે કમ
આપણે તો આ ગંદવાડથી મુક્ત થઈ જ જઈશું.
તો લાખ રૂપિયાનો પ્રશ્ન એ છે,
કે આજની તારીખમાં આ જ ગંદવાડ
લાખો છોકરીઓના જીવનને બરબાદ કરી જ રહ્યો છે,
એમના માટે આપણને કોઈ જ લાગણી નહીં ?
એ બધાં આપણા સ્વજન નહીં ?
શું કહે છે આપણા દેશપ્રેમના સંસ્કાર ?
બધાં ભારતીયો મારા ભાઈ-બહેન છે.’
આ વાત માત્ર પાઠ્યપુસ્તકોની જ પ્રતિજ્ઞા ?
કે આપણી પણ પ્રતિજ્ઞા ?
મારી વ્હાલી,
શું આપણે એવા સ્વાર્થી છીએ ?
કે જે વસ્તુ લાખો નારીઓનું જીવન ઉજાડી દેતી હોય,
એમાં આપણે આપણું મનોરંજન શોધીએ,
અને તાળીઓ વગાડીને એનું સ્વાગત કરીએ ?
બેટા,
તને ખબર નથી,
આજનો માણસ સુખ માટે ટી.વી. ને મૂવીના
ચક્કરમાં પડે છે.
Wife force કરી કરીને
સિનેમાનો પ્રોગ્રામ ગોઠવડાવે છે.
ત્રણ કલાક સુધી પતિ-પત્ની એ દશ્યોને જુએ છે. પતિને હીરોઇન ગમી જાય છે.
૧૪૩