________________
૧૩૮
લવ યુ ડોટર
તેઓ બરાબર સમજતાં હતાં.
ટી.વી.નું-ઇન્ટરનેટનું સૌથી મોટું ભયસ્થાન છે
કેરેક્ટરનું સત્યાનાશ.
જાહેર રસ્તા પર જે દશ્યને જોતાંની સાથે
એક સજ્જન માણસ શરમ સાથે
આંખો ઢાળી દે,
એ જ દૃશ્યોને એ જ માણસ
પરિવાર સાથે ઠંડે કલેજે જોતો રહે
એવી સાવ જ કઢંગી પરિસ્થિતિનું નિર્માણ
ટી.વી.એ કર્યું છે.
માણસપાત્રનું મન સંવેદનશીલ છે,
એ દૃશ્યને ઝીલે છે.
ને એની ચોક્કસ અસરને અનુભવે જ છે.
આ અસર
જ્યારે માનસિક વ્યભિચારનું સ્વરૂપ ધારણ કરે ત્યારે માણસ પોતાની અમૂલ્ય સંપત્તિ
પોતાનું કેરેક્ટર ગુમાવી ચૂક્યો હોય છે. મારી વ્હાલી,
મનની પવિત્રતા માટે
આંખની પવિત્રતા ખૂબ જ જરૂરી છે.
જે દશ્યો આ પવિત્રતાના ફુરચે ફુરચા ઉડાડી દે,
એ દશ્યોના વાહક
તમામ સાધનોના ફુરચે ફુરચા ઉડાવી દેવામાં જ ખરું શાણપણ રહેલું છે.
‘એ સાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો,’
આવી સૂફિયાણી વાતોનો મને કોઈ જ અર્થ લાગતો નથી.
જ