________________
૧૨૯
11 SECRETS ઘરે આવ્યા. ચિંતામાં ગરકાવ થઈ ગયા. રાજાનો સવાલ જવાબ શોધી લાવ્યા વિના છૂટકો નહીં. પિતાજીને ચિંતામાં જોઈને દીકરીએ આગ્રહ કરીને કારણ પૂછ્યું. કાલિદાસે વાત કરી. દીકરી કશું ન બોલી. રાત પડી. કાલિદાસ એમના કક્ષમાં એકલા હતાં. એમની દીકરી સોળે શણગાર સજીને ત્યાં આવી. સોળે કળાએ ખીલેલી મોહકતા. ફાટ ફાટ થતું એનું રૂપ અને એમાં ય એકાંત. કાલિદાસ મૂઢ બની ગયાં. દીકરીને બાથમાં લઈ લેવા એ દોડ્યા. એ જ સમયે દીવો બુઝાવી દેવાયો. દીકરી દોડીને ત્યાંથી જતી રહી. સવાર પડી. કાલિદાસ પોતાનો ચહેરો ઢાંકીને આંસુની ધારા વહાવતા હતાં. ત્યાં દીકરી આવી. પિતાજીને પ્રણામ કરીને બોલી, “રડો નહીં પિતાજી ! કશું જ થયું નથી. આ તો મેં ફક્ત આપના સવાલનો જવાબ શોધી આપ્યો છે. સૌથી ખરાબ છે એકાંત. કારણ કે એ સારી વ્યક્તિને પણ ખરાબ બનાવી દે છે.”