________________
૧૩૩
11 SECRETS જે આપણને “સારા” બનાવી દે, તે સારું. જે આવું ન હોય, એ કાં તો નકામું છે અને કાં તો ખરાબ છે. એ કાં તો આપણને નકામાં બનાવશે, ને કાં તો ખરાબ બનાવશે. My dear, So read the best & be the best.
(૩) સાત્ત્વિક શ્રવણ :
સારું સાંભળવું. સારું જ સાંભળવું. “સારા”ની ડેફિનેશન હમણા જ કહી તે જ. મારી દીકરી. ઢંગધડા વગરના મ્યુઝિક્સ જેમને આનંદ આપે છે.
તેઓ
યા તો પોતે ઢંગ-ધડા વગરના હોય છે, ને યા તો ઢંગ-ધડા વગરના થઈ જાય છે. જે મ્યુઝિક કોઈ પણ ડાહ્યા માણસનું માથું દુખાડી દે, એ મ્યુઝિક જેને ગમે... ફાવે... એને કેવો માણસ ગણવો જોઈએ? કાનમાં ઇયર-ફોન નાખીને ફરતા લોકોનો આજે તોટો નથી, પણ લાખ રૂપિયાનો પ્રશ્ન આ છે – What do you hear ? My dear,