________________
૧૩૨
લવ યુ ડોટર My dear, Nagetive is nagetive. Actually આપણે જે લેખકનું લખાણ વાંચીએ છીએ તેને આપણું ઘડતર કરવાનું કામ સોંપીએ છીએ. આપણે જેમ જેમ વાંચતા જઈએ છીએ, તેમ તેમ પુસ્તક અનુસાર ઘડાતા જઈએ છીએ. જે તે વાંચવું, તે એક રીતે પોતાની જાતનો જુગાર રમવા બરાબર છે, જેમાં હાર નિશ્ચિત છે. વાંચવાની પ્રેરણાઓ અને ઝુંબેશો આપણે ત્યાં ઘણી ચાલે છે, પણ માત્ર “વાંચવું એ પૂરતું નથી. Important matter એ છે, કે તમે શું વાંચો છો ? કેવું વાંચો છો? પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, આ વાત Half truth છે. Full truth એ છે. કે સારા પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે. અને આમાં “સારા”ની વ્યાખ્યા ખાસ સમજવા જેવી છે. It doesn't mean - આપણને ગમે તે સારું. It doesn't mean - આપણી ફ્રેન્ડને ગમે તે સારું. It doesn't mean - Best seller હોય તે સારું. It doesn't mean - જેનું Super marketing હોય તે સારું. My dear,
I give you a simple & perfect defination.