________________
૧૩૦
લવ યુ ડોટર
મારી વ્હાલી, પુરુષ કે સ્ત્રીનું
કોઈ પુરુષ સાથેનું એકાંત પણ ખરાબ છે.
કોઈ સ્ત્રી સાથેનું એકાંત પણ ખરાબ છે.
અને
વ્યક્તિ સાવ એકલી જ હોય,
એ એકાંત પણ ખરાબ છે.
પવિત્રતાને જોખમમાં મૂકીને પછી એને સાચવવાનો પ્રયાસ કરવો
એના કરતાં લાખગણું બહેતર એ છે કે પવિત્રતાને જોખમમાં જ ન મૂકવી. બેટા,
અમુક નિયમોમાં તમે બાંધ-છોડ ન જ કરો
તો શીલપાલન સહેલામાં સહેલું છે અને નહીં તો
એના જેવું અઘરું બીજું કશું જ નથી.
(૨) સાત્ત્વિક વાંચન :
વાંચન એવું જ કરવું
કે જે આપણા સંસ્કારને શોભે
અને આપણી પવિત્રતાને પોષે.
આજના News papers, Magazines, Novels etc.
મોટા ભાગે સંસ્કાર અને પવિત્રતાના enemies હોય છે.
મારી વ્હાલી,
વાંચવું એવું, જેને આપણે સભ્ય લોકોમાં જાહેર કરી શકીએ.
અથવા
જેને કોઈ જાહેર કરે