________________
૧૨૮
લવ યુ ડોટર
મારી વ્હાલી,
સત્ય એ સત્ય છે,
‘એમાં શું થઈ ગયું ?’ એવી લાખ દલીલો પણ
સત્યને અસત્ય કરી શકતી નથી.
સત્ય એ સૂરજ છે. એની સામે ધૂળ ઉડાડો
તો ય એ તો ‘એ’ જ રહે છે.
માટે જ પુરુષને ઉદ્દેશીને પણ પ્રાચીન શાસ્ત્રોએ સ્પષ્ટ કહ્યું છે કે.
मात्रा स्वस्त्रा हित्रा वा न विविक्ताऽऽसनो भवेत् ।
बलवानिन्द्रियग्रामो
विद्वांसमपि कर्षति । (મનુસ્મૃતિ ૨-૨૧૫)
This is the fact my daughter.
પવિત્રથી ય પવિત્ર સંબંધોને
સગી માતા, બહેન કે દીકરી સાથે પણ એકાંતમાં ન બેસવું. ઇન્દ્રિયો એટલી બધી બળવાન છે કે સમજદારને પણ
ખોટે રસ્તે તાણી જાય છે.
એકાંત રફે-દફે કરી શકે છે,
તો પછી બીજી વ્યક્તિઓ સાથેનું એકાંત તો
કેટલું ખતરનાક કહેવાય !
કદાચ ‘ખતરનાક’ શબ્દ એના માટે ઓછો પડે.
મહાકવિ કાલિદાસને
એક વાર રાજાએ પૂછ્યું,
‘સૌથી ખરાબ શું છે ?'
કાલિદાસ વિચારમાં પડી ગયા, જવાબ આપવા માટે સમય માંગ્યો.