________________
૧૦૪
લવ યુ ડોટર જે અવસરે ઉછળી પડે છે. તૂટી પડે છે. બેફામ શબ્દોનો મારો ચલાવે છે. એવા અવસરે શાણો માણસ ખાસ મૌન રહે છે. મારી વહાલી, એવી નબળી પળોમાં મૌન રાખવું, એ સામા માણસને ખરીદી લેવા બરાબર છે. મૌનનો Max. benifit એ સમયે થતો હોય છે. દુનિયાની કોઈ પણ વ્યક્તિ ખૂબ જ સરળતાથી સમજી જાય છે, કે એવા સમયે મૌન રાખી શકનાર માણસ કેટલો મહાન હશે ! એક હિન્દી કહેવત છે – एक चुप सौ को हरावे । ચાણક્ય તો આના કરતાં પણ આગળની વાત કરે છે – मौने च कलहो नास्ति । મૌન હોય, તો યુદ્ધ કે વિવાદની શક્યતા જ રહેતી નથી.
બેટા,
દુનિયા કહે છે, કે એક સ્ત્રી માટે ચૂપ રહેવું ખૂબ મુશ્કેલ છે. શેક્સપિયરે એક નાટકીય-સંવાદમાં લખ્યું છે. Don't you know? I'm a woman. When I think, I must speak. પણ મને શ્રદ્ધા છે, તું આ વાતને ખોટી પાડી બતાવીશ.