________________
CHARACTOR
૧ ૨૩
शीलं हि विदुषां धनम् । શીલ એ જ વિદ્વાનોનું ધન છે. જેઓ સમજદાર છે. તેમને તો કેરેક્ટર એ જ વેલ્થ લાગે છે. Tell me my daughter, What's the beauty of a woman ? You may say, જે ગમે તે સૌંદર્ય, Well, માણસને શું ગમે ? શું લિસ્ટિક એ સૌંદર્ય છે? No, જો એવું જ હોત, તો લિસ્ટિક લગાડવાથી દરેક વ્યક્તિ સુંદર બની જતી હોત. શું પફ પાઉડર, બ્યુટી ક્રીમ, ફેસિયલ કે આઇબ્રો ટ્રીટ એ સૌંદર્ય છે? ના, જો એવું જ હોત, તો રેગ્યુલર આ બધું યુઝ કરનાર સાથે કોઈ ડાયવોર્સ ન લેતું હોત. શું જવેલરી અને વેસ્ટર્ન ડ્રેસ એ સૌંદર્ય છે? ના, જો એવું જ હોત, તો વેસ્ટર્ન કર્િસમાં આટલા બધાં મર્ડર્સ અને આટલી બધી હૈયાહોળીઓ ન હોત. આપણે ફરીને ત્યાં જ આવીને ઊભા છીએ, What's beauty ? એવું કયું તત્ત્વ છે, જેની ગેરહાજરી સુંદરને પણ અસુંદર બનાવી દે છે? એવી કઈ વસ્તુ છે, જે નારીના સોળ શણગાર કરતાં પણ ચડિયાતી છે.