________________
૧ ૨૧
CHARACTOR બેટા, ઊંચું ચારિત્ર એ સફળ લગ્નજીવનનું સોપાન છે. જે કન્યાને આ વાત મોડે મોડે સમજાય છે તે કન્યા માતા-પિતા માટે ડુંગરો બનીને રહે છે. હત્યા.. કોઈ કેનાલમાં ભૂસકો... કોઈ ફ્લેટથી કૂદકો.. ગાડીના પાટે આપઘાત... ફાંસો... ઝેરી દવા... આ બધું જ મોટા ભાગે સ્ત્રી-પુરુષના ચારિત્રના પ્રશ્નોને કારણે ઉદ્દભવતું હોય છે. મારી વ્હાલી, એક સૂત્ર તું જીવનમાં હંમેશા યાદ રાખજે If Wealth is lost, nothing is lost. If Health is lost, something is lost. But, If charactor is lost, everything is lost.
બેટા,
આજના સમયમાં કેટલીક એવી યુવતીઓ હોય છે જેમને ‘મહત્ત્વાકાંક્ષા' નામનો રોગ થયો હોય છે. તેમને ઝટપટ મંઝિલ જોઈએ છે, ઘણા બધાં રૂપિયા, પ્રસિદ્ધિ અને સ્ટેટસ જોઈએ છે, અને ચારિત્રના મૂલ્યો કરતાં એમને મનમાં ઘરબાયેલા એશ-આરામ, કારકિર્દી, સગવડ ને પૈસાનું મૂલ્ય વધારે હોય છે. કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે એવી એમની જીવનની ફિલસૂફી હોય છે.