________________
૧૧૪
લવ યુ ડોટર
Marriage live apart arrangement. અલગ અલગ રહેવાનું.
Weekના થોડા દિવસ સાથે વિતાવવાના.
Long term commitment પણ નહીં. પણ બેટા,
આમાં સ્ત્રીનું શોષણ નહીં થાય
એની ખાતરી છે ?
સંતાન નહીં થાય ?
સંતાનનું ભાવી શું ?
મારી વ્હાલી,
આ પદ્ધતિથી વિદેશમાં
પરિવાર, સમાજ, દેશ - બધું જ ખાડે ગયું છે. આપઘાતો વધ્યા છે,
પાગલપણું અને માનસિક બીમારીઓ વધ્યા છે અને અપરાધો પણ ખૂબ ખૂબ વધ્યા છે. બેટા,
છોડ ઉખેડાયા કરે, તો મૂળ ઊંડા ન જાય,
ન ફળ-ફૂલ આવે,
ન છોડ સ્વસ્થ રહે,
એ જલદીથી સૂકાઈ જાય.
એક વાત હંમેશા યાદ રાખજે,
કે માનવસ્વભાવ મશીનની જેમ
નવા પાત્રો સાથે સેટ થવા
અને જૂનાને ભૂલવા ટેવાયો નથી.
વિદેશમાં સ્વસ્થ અને ટકાઉ લગ્નજીવનની અછત
સૌથી વધુ કોને પીડે છે, ખબર છે ?