________________
SOCIETY
બેટા,
સમાજમાં હજુ પણ કેટલીક એવી વ્યક્તિઓ હોય છે. જે રામાયણના ધોબીનો રોલ કરતી હોય છે.
સાવ નિર્દોષ સ્ત્રીને પણ તેઓ વગોવી શકતા હોય, તો પછી જે છોકરી છૂટછાટપૂર્વક વર્તતી હોય,
તેના માટે તો શું ન થઈ શકે ???
જે છોકરીનું એક વાર નામ બગડે,
પછી તેને સારો છોકરો મળવો મુશ્કેલ થઈ જાય છે.
सत्या वा यदि वा मिथ्या, प्रसिद्धिर्जयिनी नृणाम् ।
પ્રસિદ્ધિ સાચી હોય કે ખોટી,
એની ચોક્કસ અસર જરૂર હોય છે.
મારી વ્હાલી,
વાત માત્ર ‘ધોબી’એ નથી અટકતી.
આપણી આજુ-બાજુ રાવણો અને દુઃશાસનો પણ છે. આજનું મીડિયા
પૂરી શક્તિથી આવા માણસોને પકવવા માટે
જાણે મરણિયું બન્યું છે.
જ્યારે એક દુર્ઘટના ઘટે છે,
ત્યારે એમાં સ્ત્રીના પક્ષે બીજા પણ કારણો
ભાગ ભજવતા હોય છે.
જેમ કે એનું વર્તન, એનો વ્યવહાર, એનો પોશાક,
વાતચીતની છૂટછાટ, પુરુષ-સંપર્કો,
હરવા-ફરવાની વધુ પડતી છૂટછાટ
વગેરે વગેરે.
સ્કૂલ-કૉલેજોમાં કેટલાંક છાકટા યુવાનો હોય છે. જેમની પહેલી પસંદ આવી કન્યાઓ હોય છે.
૧૦૭