________________
LOGIC
૭૯
“નહીં છોડું.” છોકરાએ ધડ દઈને જવાબ આપી દીધો. “આટલો લોહીલુહાણ તો થઈ ગયો છે... કેમ નહીં છોડે ?” “મારા પપ્પાએ કહ્યું છે.” “શું કહ્યું છે ?” “જીવનમાં કદી કાંઈ પકડવું નહીં અને કાંઈ પકડ્યું હોય, તો એને છોડવું નહીં.” My dear, આગ્રહ એ હંમેશા ગધેડાની પૂંછડી જેવો હોય છે, તમે એને છોડી ન શકો તો તમારા માટે લાતો ખાવાનો એક જ વિકલ્પ બાકી રહે છે. પંચસૂત્રમાં “મુનિ'નું એક મજાનું વિશેષણ કહ્યું છે – णिअत्तऽग्गहदुक्खे। આગ્રહ - દુઃખથી રહિત. કેટલીક અદ્ભુત વાત.... આગ્રહ એ પોતે જ દુઃખ છે. સુખી થવા માટે આગ્રહ કરવો, એ જીવવા માટે ઝેર ખાવા બરાબર છે. માત્ર અમારી સાથેના વ્યવહારમાં જ નહીં, બેટા ! તારા જીવનના દરેક વ્યવહારમાં તું આ વાતને યાદ રાખજે. એનાથી તારું સમ્માન એટલું વધી જશે, કે તારે કદી આગ્રહ કે દલીલ કરવાની જરૂર જ નહીં પડે. નમે તે સૌને ગમે અને જે ગમે તેનું બધું ગમે.