________________
SPEECH
વધારી દેતો હોય છે. સંયોગો અસામાન્ય હોય, ત્યારે વાણી ઉપર વિશેષ કાબૂ રાખવામાં જ સમજદારી છે.
મારી વ્હાલી,
ક્યાંક એક ઘટના વાંચી હતી.
બહેનના લગ્નને હજી તો અઠવાડિયું જ થયું હતું,
ત્યાં ભાઈ ઉ૫૨ ફોન આવ્યો,
“તારી બહેનને પાછી લઈ જા,
અમે બધાં એનાથી કંટાળી ગયા છીએ.’
ભાઈ દોડતો આવ્યો.
ખાનગીમાં બહેનને મળ્યો, ને વાત કરી. “ધંધામાં ખૂબ નુકસાની ગઈ છે.
જ્યોતિષીએ કહ્યું કે તારી બહેન આખો દિવસ મોઢામાં સોનાની ચેઇન રાખે, તો બરકત આવે.
પણ મારાથી તને આવું શી રીતે...’ બહેનને તો આંખમાં પાણી જ આવી ગયા, “મારા ભઈલા, તારા માટે ચેઈન તો શું ? સાંકળ પણ મોઢામાં રાખવા તૈયાર છું.” વેવાઈને ભાઈએ માંડ માંડ મનાવી લીધાં. “અઠવાડિયું જુઓ, પછી ચોક્કસ લઈ જઈશ...’
અઠવાડિયા પછી ફોન કર્યો,
22
“કેમ છે હવે ? લેવા આવું ?’
“ના રે ના, તારી બહેન તો દેવી છે દેવી,
એણે તો આ ઘરને સ્વર્ગ બનાવી દીધું છે.”