________________
MODESTY
૮૯
આ સ્નેહછત્રને ફગાવીને માણસે હકીકતમાં એના સેંકડો સુખોને ફગાવી દીધાં છે. વડીલોની ગેરહાજરીમાં તે તે કાર્ય માટે તે તે ધંધાદારી વ્યક્તિના પનારે પડીને માણસ શારીરિક રીતે, માનસિક રીતે અને આર્થિક રીતે કેટલો દુઃખી થયો છે, તે આપણે આપણી આજુબાજુ જોઈ જ રહ્યા છીએ. મારી વ્હાલી, વડીલો જ્યારે શરીરથી સાવ જ લાચાર થઈ જાય, ને કોઈ જ કામ ન કરી શકે ને, ત્યારે પણ તેઓ એક મહાન કામ કરી રહ્યા હોય છે. Do you know what is it ? દુનિયાની કોઈ મા પોતાના દીકરાને આશીર્વાદ આપતી વખતે એવું નથી કહેતી, કે બેટા, મને સુખી કરજે. એ એમ જ કહે છે – બેટા, સુખી થજે. દીકરો એને પગે લાગે કે ન લાગે. માનું અંતર સતત એના પર શુભેચ્છા વરસાવ્યા જ કરે છે. આ અમૃતવર્ષા પુત્રના માટે અને સમસ્ત પરિવાર માટે જીવન-સંજીવની બની રહે છે. ભાવના અને વિચારોની શક્તિ વિશે વૈજ્ઞાનિકોએ જે સંશોધનો કર્યા છે. તેમના તારણો Blessingsના આ principalને prove કરે છે.