________________
લવ યુ ડોટર બેટા, વાત ફક્ત સ્પીચની નથી, ફિલિંગ્સની છે. Teen-ageમાં આવતાં છોકરાં-છોકરીઓ માતા-પિતા સાથે દલીલબાજી કરતાં હોય, એ ઘર ઘરની Story છે. મમ્મી-પપ્પાને ખોટા પાડવાની એમને મજા આવતી હોય છે. દલીલબાજીમાં છેલ્લું વાક્ય પોતાનું જ હોય, એ વાતની તેમને ઘણી કાળજી હોય છે. મમ્મી-પપ્પાની વાત સાચી છે, એવું કદાચ એમની સમજમાં આવી જાય, તો યે એકાદ દલીલ કરી લેવાનો લોભ તેઓ જતો કરી શકતાં નથી. મારી વ્હાલી, આજની નવી પેઢીની આ કદાચ સૌથી મોટી કરુણતા છે. હદ ત્યારે આવે છે જ્યારે વડીલોની વાતને વિના વિચારે કાપી નાંખવાની રીતસર એક ટેવ જ પડી જાય છે. બેટા, વાણી કે વિચાર એ વ્યક્તિનું જ એક સ્વરૂપ છે,
જ્યારે આપણે કોઈની વાતને કાપીએ છીએ, ત્યારે હકીકતમાં આપણે તે વ્યક્તિને કાપીએ છીએ. વિનય કોને કહેવાય? એ વિષે પુષ્પમાલા નામના ગ્રંથમાં એક સરસ મજાની ઘટના છે. વૃક્ષ નીચે ગુરુ અને શિષ્ય બેઠા છે. શિષ્ય ગુરુ પાસેથી જ્ઞાન લઈ રહ્યો છે. વૃક્ષની ડાળ પર એક કાગડો આવીને બેસે છે.