________________
૭૫
LOGIC માણસ જ્યારે સાચી વાતને કાપતો હોય છે. ત્યારે હકીકતમાં એ પોતાની જાતને કાપતો હોય છે. બેટા, એ સાચી વાત પણ જ્યારે કોઈ હિતેચ્છુ દ્વારા કહેવાઈ હોય, ત્યારે તેનું મૂલ્ય લાખોગણું વધી જાય છે. અને એ હિતેચ્છુ પણ જ્યારે ઘણા ઉપકારો કરનારી વ્યક્તિ હોય, ત્યારે એ વાતનું મૂલ્ય દુનિયાભરના સોના, ચાંદી ને હીરાઓથી પણ થઈ શકતું નથી. તને જયારે વડીલોની વાત પર વિશ્વાસ નથી હોતો, ત્યારે એ અવિશ્વાસ પણ એ વાતની સત્યતાના અંશે જ હોય છે. વડીલોની હિતેચ્છતા અને ઉપકારિતા - આ બે અંશે તો ત્યારે પણ અવિશ્વાસ નથી જ હોતો. બરાબર ને બેટા? તો હવે મને એટલું જ કહે, કે આપણા હિતેચ્છું અને આપણા ઉપકારી પ્રત્યે આપણું વર્તન કેવું હોવું જોઈએ? એમને પ્રસન્નતા આપે એવું? કે એમને આઘાત આપે એવું ? એક વાત હંમેશા યાદ રાખજે બેટા, કે ઘર એ કદી પણ સત્યાગ્રહ કરવાની જગ્યા નથી. એ તો પ્રેમ, લાગણી, આત્મીયતા, વિનય અને કૃતજ્ઞતાનું મંદિર છે. એક મા માટે કદી એનો દીકરો