________________
લવ યુ ડોટર છગને એની બાજુમાં ઊભેલ વ્યક્તિને સહજપણે કહ્યું, “આ છોકરો તો કેટલી બેહુદી રીતે નાચે છે !” એ વ્યક્તિ તો ગુસ્સે થઈને કહે,
મોટું સંભાળીને બોલો, એ છોકરો નથી, મારી દીકરી છે.” બિચારો છગન, તરત માફી માંગતો બોલ્યો, “સૉરી, મને ખબર નહીં કે તમે એના પપ્પા છો.” “હું એના પપ્પા નહીં, એની મમ્મી છું.”
બેટા, યુરોપના શહેરોમાં પુરુષો લાંબા લાંબા વાળ ને ચોટલા સુદ્ધાં રાખવા લાગ્યા છે, અને સ્ત્રી વાળને એટલા નાના કપાવે છે, જેને ઓળવાની જ જરૂર ન પડે. આ બધી વૃત્તિને એક પ્રકારનો માનસિક રોગ ગણવો જોઈએ. પોતે જે નથી તે થવાની ઘેલછાનો રોગ. એ લોકોને ખબર નથી કે માનવના તન અને મન ઉપર પહેરવેશની કેટલી ઊંડી અસર થતી હોય છે ! એક છોકરી જિન્સ પહેરે, એટલે એના મનમાં ઊંડે ઊંડે પુરુષત્વની સંવેદના જાગવા લાગે છે. પછી બંગડી પહેરતાં કે બિંદી લગાવતા એને શરમ આવવા લાગે છે. આ લાગણીઓને સમાંતર જ શારીરિક રાસાયણિક પરિવર્તનો ચાલુ થઈ જાય છે, આ પરિવર્તન એના સ્ત્રીત્વનું પરિવર્તન હોય છે.