________________
DRESS
૬૧
એ બધી વાતો શરમજનક બને. અને એણે ગરીબોને કેટલું ડોનેશન આપ્યું, એ વાત એની પ્રેસ્ટિજ બની જાય. મને વિશ્વાસ છે બેટા, તું આ કામ કરી શકીશ. એ દિવસે મારું આ સ્વપ્ન સાકાર થશે. અને મારી આંખોમાં હર્ષના આંસુ આવશે. મને તારા માટે Already ગર્વ છે, પણ એ દિવસે આ ગર્વના ગુણાકારો થઈ જશે. That will be the best gift for me my daughter !
Dressની બાબતમાં Another point of view છે જાતિભેદ, Can you imagine ? કોઈ છોકરી સાડી કે સલવાર કમીઝ પહેરીને બહાર નીકળે તો એ કેવો લાગે? લોકોમાં એ કેટલો હાસ્યાસ્પદ અને નિંદાસ્પદ થાય ? તો જેમ છોકરો છોકરીનો ડ્રેસ ન પહેરી શકે, તેમ છોકરી પણ છોકરાનો ડ્રેસ શી રીતે પહેરી શકે ? ઉપહાસપાત્રતા અને નિંદાપાત્રતા તો બંને બાજુ સમાન જ છે, પણ આપણે એક બાજુ ખોટી રીતે એવો ડ્રેસ સ્વીકારી લીધો છે ને એનાથી ઘણા બધાં Problems ઊભા થયા છે.
છગન એક લગ્નપ્રસંગે ગયો હતો. વરઘોડામાં બેન્ડ વાગી રહ્યું હતું. કોઈ વિચિત્ર રીતે નાચી રહ્યું હતું.