________________
લવ યુ ડોટર પણ જમાનો તારાથી બદલાય. Yes my daughter, That's possible. તને કદાચ ખબર હશે. અમેરિકામાં એક Women club છે. જેની એક Basic identity છે આખું શરીર બરાબર ઢંકાઈ જાય એવો પહેરવેશ. મારું આ સ્વપ્ન છે. તારા જેવી સમજું છોકરીઓ આવું ગ્રુપ બનાવે. એન્ટી જિન્સ ગ્રુપ. એન્ટી ટી-શર્ટ ગ્રુપ. નો બૉયફ્રેન્ડ ગ્રુપ. etc. બેટા, જો અનુકરણની બાલિશ ભૂમિકાથી આપણે ઉપર ઉઠી શકીએ, તો આપણો અનુભવ અને આપણી સમજણ તો આપણને આવું જ કરવાની સલાહ આપે છે. યાદ રાખજે બેટા, ગ્રુપની શરૂઆત વ્યક્તિથી થાય છે. પહેલું પગથિયું એ છે, કે તારા જીવનમાં આ બધાં સદ્ગુણો આવે. તારી પોતાની દૃષ્ટિમાં પરિવર્તન આવે. બહેનપણીએ શું પહેર્યું છે, એનું બધું જ આકર્ષણ ઓગળી જાય, અને એણે કેટલા અને ક્યાં પુસ્તકો વાંચ્યા છે એની સહજ જિજ્ઞાસા ઉઠે. એની પાસે કેટલા પૈસા છે એનું કોઈ જ ઇમ્પોર્ટન્સ ન રહે, એની પાસે કેટલું જ્ઞાન છે એ વાત ખૂબ મહત્ત્વની બની જાય. એણે પોતાના જલસા માટે કેટલો ખર્ચ કર્યો,