________________
DRESS
એ દીકરીની પોતાની વ્યથા ન બની જવી જોઈએ ?
You don't know my dear,
માતા-પિતા સંતાનોની કેટ-કેટલી વાતોમાં
મન મનાવતા હોય છે... કોમ્પ્રોમાઇઝ કરતાં હોય છે. પણ જે વાત ગંભીર હોય,
જે વાતમાં કોમ્પ્રોમાઇઝ કરવું બિલકુલ યોગ્ય ન હોય,
એ વાતમાં એમને કોમ્પ્રોમાઇઝ કરવાની ફરજ પાડવામાં આવે,
ત્યારે એમના મન પર શું વીતતી હશે ?
બેટા,
અમે તારા દુશ્મન નથી.
તારા દુઃખે દુઃખી થનારા
તારા સુખ માટે ઝંખના કરનારા
અને તારા હિતની જ વાત કરનારા છીએ.
જે એક્ટ્રેસ, મૉડેલ કે ફ્રેન્ડને જોઈને
તું એવો ડ્રેસ પહેરવા માંગે છે, એમનામાંથી કોઈ
તારા હિતની જવાબદારી લેવાનું નથી.
તારું ભવિષ્ય, તારી સુરક્ષા, તારું સુખ
એની પળે પળ ચિંતા
અમને સતાવે છે, એમને નહીં.
બેટા,
અમે જમાનો જોયો પણ છે,
અને અમે જમાનાને જોઈ પણ રહ્યા છીએ,
ટી.વી. અને છાપાઓમાં કયાં સમાચારો આવે છે
અને આપણી આજુબાજુ શું થઈ રહ્યું છે,
એનો અમને બરાબર ખ્યાલ છે.
૪૭