________________
પ0
લવ યુ ડોટર એટલે ખલાસ. શિકારીઓ અને શિકાર બનાવવામાં કોઈ જ કસર નહીં છોડે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિશ્વના ૧૫ દેશોની ૨૯,૦૦૦ સ્ત્રીઓનો સર્વે કરેલ. તેના ચોંકાવનારા તારણો આ મુજબ હતાં.. ૭૫% સ્ત્રીઓનું શારીરિક/માનસિક જાતીય શોષણ કરવામાં આવેલ. ૨૦% સ્ત્રીઓ પર કમ સે કમ એક વાર બળાત્કારનો પ્રયાસ કરવામાં આવેલ. ૭૦%થી વધુ સ્ત્રીઓ છેડતીનો ભોગ બનેલ. મારી વ્હાલી, માતા-પિતાને માથાનો દુખાવો થઈ જાય એટલી બધી છૂટ-છાટો લેતી આજની દીકરીઓ માતા-પિતાને, સાંત્વના (!) આપતી હોય છે, કે “હું કોઈ એવું કામ નહીં કરું જેનાથી તમારે શરમાવું પડે.” બેટા, પ્રામાણિકપણે આવું વચન આપ્યા પછી પણ આ વચન પાળવું એ લગભગ શક્ય હોતું નથી. છતાં કદાચ શક્ય બને. તો ય પોતાના તરફથી જાણી જોઈને લક્ષ્મણરેખા ઓળંગવામાં નહીં આવે' આટલો જ એનો અર્થ થાય છે. Do you know my dear ? શહેરોમાં કમ સે કમ પ% યુવતીઓ વિકૃત માનસિકતાથી પીડાતા પીછાખોરોથી પરેશાન છે. આ સ્થિતિમાં શું થાય, એ વિષે આપણી સંસ્કૃતિમાં સચોટ વાત કરી છે – इच्छमणिच्छे दोसा उ।