________________
DRESS
૪૫
મારી વ્હાલી, જે વાત મેક-અપની છે, તે જ વાત ડ્રેસમાં પણ લાગુ પડે છે. ફરક એટલો જ કે ડ્રેસમાં આ મેટર વધુ સિરિયસ થાય છે. ઑલ્ટરનેક કપડાં, ટૂંકા સ્કર્ટ, બેલી ટોપ, લૉ-વેસ્ટ જિન્સ.. આ બધું આપણા મનમાં અને બીજાના મનમાં અમુક ખાસ પ્રકારના વિચારો જન્માવે છે. થોડું સ્પષ્ટ કહું તો આ બધું આપણા પર અને બીજા પર માનસિક બળજબરી કરે છે. ટૂંકા વસ્ત્રો કે ચુસ્ત વસ્ત્રો દ્વારા દેહપ્રદર્શન કરીને સામેની વ્યક્તિને ઉશ્કેરવાની આ આખી માનસિકતા એ પશ્ચિમની દેન છે. બેટા, હું જોઈ રહ્યો છું, કે આજની નવી પેઢી પશ્ચિમને રવાડે ટૂંકા રસ્તે આગળ વધવાની માનસિક તાણનો ભોગ બની છે, આંધળું અનુકરણ, અયોગ્ય પહેરવેશ, અનિચ્છનીય છૂટ-છાટો અને લક્ષ્મણરેખાનું ઉલ્લંઘન એ બધું જ આ “તાણનું પરિણામ છે. મારી વ્હાલી, યૌવનને આંબતી દીકરી જ્યારે વેસ્ટર્ન ડ્રેસ પહેરીને ઘરની બહાર નીકળે, ત્યારે એના પિતા કેવી વ્યથામાંથી પસાર થતાં હોય છે એનો તને અંદાજ આવી શકે તેમ નથી. I don't think, એ વ્યથા મોત જેવી હોય છે.”