________________
લવ યુ ડોટર અને દુરાચાર કરવો છે મેક-અપ વગેરેના બજેટ માટે, છે ને માથું ફરી જાય એવી દાસ્તાન. બેટા, મને ખબર છે, આ બધું સાંભળતા ય તને એમના પર ધૃણા થઈ આવી છે. My point is this - કોઈ પણ વસ્તુની જીવનમાં એવી આવશ્યકતા ઊભી થવા ન દેવી કે એ વસ્તુ આપણા પર રાજ કરે. અને આપણા Principals તોડવા માટે આપણને મજબૂર કરી દે, આપણને Boundaries cross કરવા માટે લાચાર કરી દે, ને આપણને આપણા Characterથી પતિત કરી દે. મારી વ્હાલી, ચારિત્ર એ આપણો આત્મા છે. That's our self. એનું ખૂન કરીને જે સુખ મળે એ હકીકતમાં મડદાં પરનો શણગાર છે. Which is actualy meaningless or horrible. Always beware of it. બેટા, આપણી સંસ્કૃતિમાં તો જે સ્ત્રી ખૂબ જ રૂપાળી હોય, તે સ્ત્રી પોતાના શીલની રક્ષા માટે પીઠના ભાગે એવી પોટકી બાંધતી કે જેનાથી જોનારાને એવું લાગે કે એ કુબ્બા (કુબડી) છે. આપણને ત્યાં દરેક સ્ત્રી લાજ કાઢતી.