________________
MAKE-UP
તું ખાવાની બાબતમાં Health-careના purposeથી
કે સૌંદર્યની બાબતમાં Skin-careના purposeથી
પણ બચી શકે,
પણ મને તારા માટે ત્યારે ગર્વ થશે,
જ્યારે તું પ્રેમ અને કરુણાના Issue પર બચીશ. મારી વ્હાલી,
આમ જુઓ તો બચવાની વાત એક જ છે,
છતાં ય બચવા-બચવામાં
આસમાન-જમીનનો ફરક છે.
બેટા,
Now I come to the third point of view.
I don't know.
તને ખબર છે કે નહીં,
પણ કૉલેજમાં ભણતી કેટલીય છોકરીઓને
ઘરેથી કૉલેજની ફીસ અને ટેક્સ્ટ-બુક્સના પૈસા મળે છે.
બસ-ટ્રેનનું ભાડું કે પેટ્રોલના પૈસા મળે છે.
પણ એમના મોંઘા પરફ્યુમ્સ અને મેક-અપના પૈસા આપવા એ તેમના પિતા માટે શક્ય નથી.
એમનામાંથી કેટલીક છોકરીઓએ
આ ખર્ચો કાઢવા માટે રસ્તો કાઢી લાધી છે.
ને એ રસ્તો સાવ જ નીચ છે.
I think you can understand.
કેટલીક છોકરીઓની વૃત્તિ એવી છે,
કે મેક-અપ કરવો છે છોકરાઓને ઇમ્પ્રેસ કરવા માટે, છોકરાઓને ઇમ્પ્રેસ કરવા છે દુરાચાર માટે,
૩૯