________________
૩૪
લવ યુ ડોટર
સૂવરોને જીવતા શેકીને તેમના વાળમાંથી મેક-અપ બ્રશ બનાવાય છે.
બેટા,
મેં પોતે એ ફોટાઓ જોયા છે.
જોયા છે, એમ કહેવા કરતાં એમ કહેવું બહેતર થશે
કે હું એ ફોટાઓ જોઈ ન શક્યો.
એ દિવસે હું જમી ન શક્યો.
મને ખ્યાલ છે કે આ પ્રોડક્ટ્સના પ્રોડક્શન અને રિસર્ચની ફિલ્મ પણ આવે છે.
જેના હૃદયમાં થોડી પણ માણસાઈ હોય,
એ આ ફિલ્મ્સ જોયા પછી એ પ્રોડક્ટ્સનો યુઝ કરવાનો
વિચાર સુદ્ધાં ન કરે.
મારી વ્હાલી,
બીજાને પીડા આપીને
બીજાને રિબાવી રિબાવીને મારીને
સુંદર દેખાવાની વૃત્તિ કદી માણસની હોઈ શકે ખરી ?
આ તો અમાનુષી અપરાધ છે.
આ તો ડાકણ કે રાક્ષસી જ કરી શકે તેવું કામ છે. મારી દીકરી,
બીજાને રડાવીને...
તું સ્વપ્નમાં પણ એવી નહીં બનતી,
તારે તો ‘દેવી’ બનવાનું છે.
દયા અને કરુણાની દેવી.
Itself beauty.
Natural beauty.
I tell you a logic.
એક છોકરીએ શૅમ્પૂનો ઉપયોગ કર્યો છે,
દેખાવડી હૅરસ્ટાઇલ કરીને એ કોઈ લગ્નમાં ગઈ છે.
એની સાથે એક મોટો આલબમ છે. ફુલ સાઇઝનો. એમાં એ શૅમ્પૂનું પ્રોડક્શન વગેરે બતાવ્યું છે.