________________
બરાબર તપાસીએ તે જૈન દર્શન, ચાર્વાકની જેમ માત્ર નિષેધાત્મક નથી. એક સંપૂર્ણ દાર્શનિક મત ઉપજાવવાને જૈન દર્શનનો ઉદ્દેશ દેખાઈ આવે છે. સૌ પહેલાં તો જન દર્શને ઈન્દ્રિય સુખ-વિલાસને અવજ્ઞાપૂર્વક પરિહાર કર્યો. અર્થહીન વૈદિક ક્રિયાકલાપને વિરોધ કરવામાં ચાર્વાક ભલે વ્યાજબી હોય, પણ એ પછી કોઈ ગંભીર વિષય પરત્વે વિચાર કરવાનું એને ન સૂઝયું. મનુષ્યપ્રકૃતિમાં જે એક પાશવતાને અંશ રહેલ છે તેને જ વળગીને ચાર્વાક દર્શન પડી રહ્યું. વૈદિક ક્રિયાકાંડ ગમે તેવાં હોય, પણ એનાથી લોકોની લાલસા કંઈક કાબુમાં રહી શકતી, સ્વછંદ ઇન્દ્રિયવિલાસનો માર્ગ હેજ કંટકમય બનત. ચાર્વાક દર્શનને એ ન પાલવ્યું, તેથી વેદશાસન અમાન્ય કર્યું. હવે જે ખરેખર જ નિરર્થક-ભારભૂત કર્મ કાંડ સામે સફળ બળ જગાવવો હોય તો બળવાખોરોએ કંઈક વધૂ કરી બતાવવું જોઈએ. આંધળી શ્રદ્ધા અને આંધળા ક્રિયાનુરાગથી મનુષ્યની બુદ્ધિ અને વિવેકશક્તિનું પણ હડહડતું અપમાન થાય છે, એ દષ્ટિએ કર્મકાંડને વિરોધ કરવામાં આવે એ બરાબર છે, પરંતુ નરી ઇન્દ્રિય સુખત્તિ એટલે દૂર દૃષ્ટિ નાખી શકતી નથી. જૈન દર્શનને એ વાત સૂઝી, તેથી જ બૌદ્ધોની જેમ અધ્યાત્મવાદી-જૈનદર્શને આવક મતને પરિહાર કર્યો.
ચાર્વાકની પછી સુપ્રસિદ્ધ બૌદ્ધ દર્શનની સાથે જૈન દર્શનની સરખામણી કરીએ. બૌદ્ધોએ પણ બીજા નાસ્તિક મતની જેમ વૈદિક ક્રિયાકલાપનો વિરોધ કર્યો છે, પરંતુ એમણે વધુ સારી યુક્તિથી કામ લીધું. વૈદિક કર્મકાંડ વિષેને તેમને દેષાપ યુક્તિવાદ ઉપર પ્રતિષ્ઠા પામ્યો. બૌદ્ધમત પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org