________________
૧૦૫ :
વર્તમાન યુગના કેટલાક જડવાદીઓ કેટલેક અંશે એ જ સિદ્ધાંતને પડધે પાડી રહ્યા છે. તેઓ કહે છે કે યકૃતમાંથી જેમ એક પ્રકારને રસ નીકળે છે તેમ મસ્તકમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે. માટે જડ પદાર્થથી જાદે આત્મા નામનો પદાર્થ છે-સ્વતંત્ર પદાર્થ છે એમ માનવાની કંઈ જરૂર નથી.
એ બધાની સામે જવાબ આપવા માગીએ તો એમ કહી શકીએ કે ધાન્ય. ગોળ વિગેરેમાંથી જે પરિણમે છે તે વસ્તુતઃ જડ જ છે. યકૃતમાંથી જે રસ નીકળે છે તે પણ જડ છે. એવો નિયમ છે કે જડમાંથી જડ જ ઉત્પન્ન થાય. મસ્તકમાં પણ એવો જ જડ પદાર્થ નીપજે એ સંભવે. જડમાંથી જડ કરતાં સાવ જૂદી વસ્તુ શી રીતે સંભવે? ચૈતન્ય એ જડનું પરિણામ કેમ હોઈ શકે ? આ યુક્તિને વિચાર કરતાં, વર્તમાન યુગના કેટલાક અધ્યાત્મવાદી દાર્શ નિકે જડવાદનો પરિહાર કરી ચૈતન્યની એક જુદી જ સત્તા સ્વીકારવા લલચાયા છે. બૌદ્ધો ચિતન્યને જડમાંથી ઉપજેલું નથી માનતા. એમણે વિજ્ઞાનની ક્ષણિક સત્તાને સ્વીકાર કરી જડવાદને પાછો ધકેલ્યો છે. જૈનોએ જીવમાં ચેતન્યગુણ સ્વીકારી, અધ્યાત્મવાદને પાયો ખૂબ મજબૂત કર્યો છે. ચાવકોને અને બૌદ્ધોને જૈનોએ સજજડ જવાબ આપ્યા છે. - ચાર્વાક મતનું ખંડન કરતાં, જૈને કહે છે કે ચૈતન્ય
જે જડ શરીરમાંથી જ પરિણમતું હોય તો પ્રાણી ભરી ગયા પછી એ ચૈતન્ય કેમ કળાતું નથી ? મૃત્યુ પછી શરીર તો જેમનું તેમજ રહી જાય છે. એનો કોઈ અંશ એ છે નથી થઈ જતો. મૃત્યુ થતાં રોગ ચાલ્યો જાય છે. એ રોગ ગયા પછી એકલું શરીર પડી રહે છે તે તે તમારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org