________________
૧૩૦
અને કેવળ એ ત્રણ પ્રકારના જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે. ઈન્દ્રિય અને મનની સહાય વગર, રૂપી પદાર્થોના સંબંધમાં જે જ્ઞાન થાય તેનું નામ અવધિજ્ઞાન. ઈન્દ્રિયાદિની અપેક્ષા વિના, બીજાના ચિત્તના વિષયમાં જે જ્ઞાન થાય તે મનઃપર્યાય જ્ઞાન. વિશ્વની સઘળી વસ્તુઓ અને પર્યાયોનું જે પ્રત્યક્ષ જ્ઞાન તેનું નામ કેવળ જ્ઞાન.
મતિ અને શ્રુતના ભેદે કરીને પક્ષ પ્રમાણના બે ભેદ છે. ઇન્દ્રિય અથવા અનિન્દ્રિય (મન) જે જ્ઞાનમાં સહાયક હોય તે મતિજ્ઞાન. મતિજ્ઞાનની અંદર ઈન્દ્રિયજ્ઞાન, સ્વસવેદન, સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, ઉહ અને અનુમાનને સમાવેશ થાય છે. દર્શન નિરાકાર જ્ઞાન છે. મતિજ્ઞાન સાકાર જ્ઞાન છે. મતિજ્ઞાનના ચાર પ્રકારઃ અવગ્રહ, ઈહા, અવાય ને ધારણા, મતિજ્ઞાનના એ ચાર થર છે એમ કહીએ તો પણ ચાલે. અવગ્રહ મતિજ્ઞાનને નીચામાં નીચો થર છે. તેના વડે વિષયના અવાંતર–સામાન્ય (જાતિ) માત્રને બોધ થાય છે અવગૃહીત વિષયના વિશેષ સમૂહ સંબંધમાં જાણવાની જે સ્પૃહા તેનું નામ ઈહા. વિષયનું વિશેષ જ્ઞાન તે અવાય. વિષયજ્ઞાનને ધારણ કરી રાખવું તે ધારણા. ઈન્દ્રિય અને મનની મદદથી જે જ્ઞાન થાય તે ઈન્દ્રિયજ્ઞાન. ઈન્દ્રિય-નિરપેક્ષ, સુખ-દુઃખાદિની જે આંતર અનુભૂતિ તેનું નામ અનિન્દ્રિય જ્ઞાન અથવા સ્વસંવેદન. અનુભવેલા વિષયને ફરીવાર બંધ તે સ્મરણ, સદશ અથવા વિસદશ એવા વિષયોના સંબંધમાં જે સંકલનાત્મક જ્ઞાન તે પ્રત્યભિજ્ઞાન. વિશેષાકાર વિજ્ઞાનમાંથી જે ત્રિકાલવિષયક જ્ઞાન થાય તે ઉહ અથવા તર્ક તકલબ્ધ વિજ્ઞાનમાંથી, “આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org