________________
૧૭૭ મહાપુરૂષોએ કનિ સાધના કરી છે અને એ સાધનાના પ્રતાપે, કદિ ન ઓલવાય એવી પ્રકાશની મશાલો પ્રકટાવી છે. તે મહાપુરૂષો પિકીન, આ પાર્શ્વનાથ પ્રભુ પણ એક વંદનીય પુરૂષ છે એ વિષે શક નથી.
કે પ્રશ્ન કરશે : “ પણ આ પાર્શ્વનાથ શું ઐતિહાસિક પુરૂષ છે ?” - પાર્શ્વનાથ એતિહાસિક પુરૂષ છે, એટલે જ તો જૈન ધર્મને બૌદ્ધ ધર્મની શાખા કહેનારાઓ ચુપ બની બેઠા છે. ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર કંઈ જૈનધર્મના પ્રવર્તક નથી. એમની પહેલાં જૈન ધર્મ પ્રવર્તતો હતો એ વાત પાર્શ્વનાથ ભગવાનના ઐતિહાસિક વૃત્તાતે પૂરવાર કરી દીધી છે. મહાવીરની પહેલાં પણ પાર્શ્વનાથે જૈન ધર્મને પ્રચાર કર્યો હતો. પાર્શ્વનાથ ભગવાન મહાવીર જેટલા જ ઐતિહાસિક પુરૂષ છે.
પાર્શ્વનાથ પ્રભુના ચરિત્રમાં કેટલીક અલૌકિક ઘટનાઓ હોય એ સંભવિત છે. પણ એટલા જ ઉપરથી એમની ઐતિહાસિકતા ઉડાવી દઈ શકાય નહીં. રામાયણ, મહાભારત અને પુરાણુદિના સજવંશોની વાત જવા દ્યો, વિક્રમાદિત્ય, ભેજ રાજા અને બીજા રાજપૂત રાજાઓના ચરિત્રમાં પણ કેટકેટલી વિચિત્ર વાતે પેર્સી ગઈ છે ? છતાં એમની ઐતિહાસિકતાના સંબંધમાં કોઈ સવાલ નથી કરતું.
અલૌકિક ઘટના હોય ત્યાં ઐતિહાસિકતા રહી જ ન શકે એ સિદ્ધાંત કઈ કરીને બેસી જાય તે પછી અશોક અને ગૌતમ બુદ્ધ પણ કાલ્પનિક પુરૂષ જ ગણાઈ જાય. ઈસાઈઓના ઈસુ ખ્રીસ્ત અને ઇસ્લામધર્મના પ્રવર્તક મહમ્મદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org