________________
૨૫૦
સસારમાં ભ્રમણ કરી રહ્યા છે, તેનાં પ્રયાજન અને અભીપ્સા અનુસાર જડ દ્રવ્યે। અથવા પુદ્ગલ ધીમે ધીમે બદલાતાં આવ્યાં છે. એ રીતે જણાય છે કે વસ્તુઓની ગતિમાં જે શૃંખલા છે તે મૂળ તેા વસ્તુની જ ક્રિયાશીલ પ્રકૃતિમાંથી જ ઉદ્ભવેલી છે, અને ધર્મતત્ત્વનું અસ્તિત્વ માત્ર એ શૃંખલાની પ્રતિષ્ઠાનું સહાયક છે. એમ નથી. અધ, આકાશ વગેરે તત્ત્તા પશુ એના પરિપાષક છે. પદાર્થો સ્વભાવથી જ ગતિસ્થિતિમાં કવાધિકારી છે એમ તવા રાજવાતિ કકાર વિશેષપણે કહે છે અને તેઓ ધર્મ અને અધર્મને ઉપગ્રાહક '' કહે છે. તેઓ કહે છે કે અંધ વ્યક્તિ ફરતી વખતે લાકડીની સહાય લે છે; લાકડી તેને ફેરવતી નથી, તેના કરવામાં માત્ર સહાયતા કરે છે. જો લાકડી ક્રિયાશીલ કર્તા હોત; તા તે અચેતન અને ઉંધેલી વ્યક્તિને પણ ફેરવત. એટલા માટે અધની ગતિમાં લાકડી ઉપગ્રાહક છે. વળી દૃષ્ટિના વ્યાપારમાં પ્રકાશ સહાયકારી છે. દેખવાની શક્તિ આંખની જ છે,પ્રકાશ દષ્ટિશક્તિને જન્માવનાર નથી. પ્રકાશ જો ક્રિયાશીલ કર્તા હેાત, તેા તે અચેતન અને ઉંધેલી વ્યક્તિને પણ દર્શન કરાવત. એટલા માટે દષ્ટિ બ્યાપારમાં પ્રકાશ ઉપગ્રાહક છે. તેઓ કહે છે બરાબર એ જ રીતે વે અને જડ પદાર્થો પેાતાની મેળે ગતિમાન અથવા સ્થિતિશીલ થાય છે. તેઓના ગતિ અને સ્થિતિવ્યાપારમાં ધર્મ અને અધમ ઉપગ્રાહક એટલે નિષ્ક્રિય હેતુ છે. તેઓ તે ગતિના કે સ્થિતિના ‘ કર્યાં ’ કે જન્માવનાર નથી, ધર્મ અને અધમ જો ગતિ અને સ્થિતિના કર્તા હત તે ગતિ અને સ્થિતિ અસભવિત થાત.”ધમ અને અધમ ને સક્રિય દ્રવ્યરૂપે કલ્પવામાં આવે તે જગતમાં ગતિ અને
4.
Jain Education International
66
For Private & Personal Use Only
www.jainelibrary.org