________________
૨૫૭
રીતે તાપથી બળતા પ્રાણીઓનું અને પૃથ્વી જેવી રીતે અશ્વોનું સ્થિતિકારણ છે તેવી રીતે અધર્મ પણ પુલદિવ્યનું સ્થિતિકારણ છે.”
અધર્મ “અકર્તા” એટલે કે નિષ્ક્રિય તત્ત્વ છે. એ વસ્તુઓની સ્થિતિનો હેતુ કે કારણ હોવા છતાં કદાપિ ક્રિયાકારી (Dynamic or productive) કારણ નથી. એટલા માટે અધમ સ્થિતિનો “ બહિરંગ હેતુ ” અથવા “ ઉદાસીન હેતુ” કહેવાય છે. એ “નિત્ય” અને “અમૂર્ત” છે, સ્પર્શ, રસ, ગંધ આદિ ગુણો એમાં નથી. એ બધી બાબતમાં ધર્મ, કાલ અને આકાશની સાથે અધર્મનું સરખાપણું છે. એને વિશિષ્ટ ગુણ છે અને એ વસ્તુના સ્થિતિ પર્યાનો આધાર છે તેથી તે દ્રવ્ય છે. અધર્મ દ્રવ્યત્વરૂપે અવશ્ય જીવ સમાન છે. જીવની માફક એ પણ અનાધન ત અને અપૌગલિક (immaterial) છે. પહેલાં કહેવામાં આવ્યું છે કે અધર્મ, અજીવ અર્થાત અનાત્મદ્રવ્ય છે.
ધર્મ, કાલ, પુદ્ગલ અને જીવની પેઠે અધર્મ લોકાકાશમાં રહેલો છે. અનંત આકાશમાં એનું અસ્તિત્વ નથી. અધર્મ વર્તમાન (ગણિત) અને પ્રદેશવિશિષ્ટ (ઘ) હોવાથી પંચ અસ્તિકામાં એની ગણતરી થાય છે એક અવિભાજ્ય પુદગલ પરમાણુવડે જેટલું સ્થાન રોકાય છે તેનું નામ “પ્રદેશ.” અધર્મ લોકાકાશની સીમામાં રહેલો હોઈ એની પ્રદેશ અનંત નથી; એઓ નિર્દિષ્ટ રસીમામાં રહેલા હોઇ એનો અંત છે. જૈને અધર્મ, ધર્મ અને જીવના પ્રદેશેને “અસંખ્ય” અથત ગણતરી ન કરવા યોગ્ય કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org