Book Title: Jinvani
Author(s): Harisatya Bhattacharya, Sushil
Publisher: Unjha Ayurvedic Faramacy

View full book text
Previous | Next

Page 277
________________ ૨૫૬ nces) જેવામાં આવે છે તેના જેવા પરસ્પર વિરોધી કોઈ બે તો સાથે ધર્મ અધર્મની તુલના થઈ શકે એમ નથી. ધર્મ અને અધર્મ સંપૂર્ણપણે નિષ્ક્રિય દ્રવ્ય છે. જેવી રીતે કેદ્રાભિમુખી” અને “કેકબહિર્ગમી ગતિ (centripetal, and centrifugal forces)ની સાથે તેમનું સરખાપણું નથી. તેવી રીતે તેમની ઉપર કોઈ પણ પ્રકારના ક્રિયાકારિત્વને (dynamic energising) આરોપ કરી શકાય એમ નથી. જૈનદર્શનમાં અધર્મને અર્થ પાપ કે નીતિવિરૂદ્ધ અપકર્મ એવો નથી. એ એક સત અજીવ તત્વ છે; વસ્તુઓની સ્થિતિશીલતાનું એક કારણ છે. જીવો અને જડ વસ્તુઓના સ્થિતિકારણ તરીકે એ વર્ણવાય છે. તેથી અધર્મ ગતિશીલ પદાર્થને અટકાવી દે છે, એ અર્થ સૂચિત થતો નથી. અધર્મ એ સ્થિતિનું કારક સહભાવી કારણ છે, દ્રવ્યસંગ્રહકારે એને “કાકુવા કારદિયારા (થાન-પુતાનાં સ્થાન ) અર્થાત સ્થિતિશીલ પદાર્થને સ્થિતિ સહાયક કહેલ છે. સ્થિતિશીલ પદાર્થની સ્થિતિને જે સહાયતા કરે તેને વિશુદ્ધ દર્શનવાળા અરિહંતએ અધર્મ કહ્યો છે. પશુઓની સ્થિતિઓને પૃથ્વી જેમ સાધારણ આશ્રય છે તેમ જીવ અને પુદ્ગલોનાં સ્થિતિ વ્યાપારનું અધર્મ સાધારણ આશ્રય છે. ( તત્ત્વાર્થસાર અધ્યાય ૩-૩૫-૩૬) ગમનશીલ પશુઓને પૃથ્વી અટકાવી દેતી નથી, તેમ છતાં પૃથ્વી ન હોય તો તેઓની સ્થિતિ પણ સંભવતી નથી; તે રીતે કોઈ પણ ગતિશીલ વસ્તુને અધર્મ અટકાવી દેતા નથી તેમ છતાં અધર્મ સિવાય ગતિશીલ પદાર્થની સ્થિતિ પણ સંભવતી નથી. આ પ્રસંગે જૈન લેખકો અધર્મ સાથે છાયાની પણ સરખામણી કરે છે. “છાયા જેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286