Book Title: Jinvani
Author(s): Harisatya Bhattacharya, Sushil
Publisher: Unjha Ayurvedic Faramacy

View full book text
Previous | Next

Page 279
________________ ૨૫૮ આમ અધર્મ “અસંખ્યયપ્રદેશ” હોવા છતાં એ એક છે—માત્ર એક જ વ્યાપક પદાર્થ છે, એ વિશ્વ વ્યાપી (“લોકાવગાઢ”) અને વિસ્તૃત (“ પૃથુલ”) છે. ધર્મની માફક અધર્મના પ્રદેશો પણ પરસ્પર જોડાયેલા છે, તેથી અધર્મ એ એક વ્યાપક સંપૂર્ણ પદાર્થ કહેવાય છે. આ બાબતમાં કાલતત્ત્વની સાથે અધર્મનું જૂદાપણું છે, કારણ કે કાલાઓ પરસ્પર જોડાયેલા નથી ધર્મ અને અધર્મ બન્નેને મૂળથી એક જ દ્રવ્ય કહી શકાય કે નહિ ? બને એ લોકાકાશ વ્યાપી છે એટલે બનેને “દેશ” એક છે. બંનેનું “સંસ્થાન” અર્થાત પરિમાણુ એક જ છે. બન્ને એક “કાલ”માં રહેલા છે. દાર્શનિક એક જ “દર્શન ” અર્થાત પ્રમાણની મદદથી બન્નેના અસ્તિત્વનું અનુમાન કરે છે. ધર્મ અને અધર્મ “અવગાહન થી એક છે અર્થાત્ બન્ને પરસ્પર ગાઢપણે જોડાયેલા છે. બન્ને તત્વ “ દ્રવ્ય” છે, અમૂર્ત છે અને રેય છે. એટલે ધર્મ અને અધર્મને બે ભિન્ન દ્રવ્ય ન ગણતાં બન્નેને એકજ દ્રવ્ય કહીએ તે શો દોષ ? એના ઉત્તરમાં તસ્વાર્થરાજવાતિકકાર કહે છે કે ધર્મ અને અધર્મનાં કાર્ય ભિન્ન છે એથી એ બને ભિન્ન દ્રવ્ય છે. એકજ પદાર્થમાં એક જ સમયે રૂપ, રસ અને બીજા વ્યાપારો જોવામાં આવે છે, પરંતુ તેટલા માટે રૂ૫ રસાદિને શું એક જ વ્યાપાર કહીશું? આકાશ તત્ત્વને ગતિ કે સ્થિતિનું કારણ માનીને ધર્મ અને અધર્મના અસ્તિત્વને અસ્વીકાર કરી શકાય તેમ નથી. અવકાશ અર્થાત સ્થાન દેવું એ જ આકાશનું લક્ષણ છે; જેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286