Book Title: Jinvani
Author(s): Harisatya Bhattacharya, Sushil
Publisher: Unjha Ayurvedic Faramacy

View full book text
Previous | Next

Page 283
________________ २१२ માત્ર ઉર્ધ્વગતિમાં સહાયતા કરે એમ કેમ માની શકાય ? જ્યારે જીવ જૈન સંમત નરકમાંના કોઈ એકમાં જાય છે ત્યારે જીવની તે અધોગતિમાં પણ ધર્મ સહાયતા કરે છે એમ અમે સમજી શકીએ છીએ, ધર્મતત્ત્વ ઉર્ધ્વગતિને જે રીતે સહાયતા કરે છે તેવી જ અધોગતિને પણ સહાયતા કરે છે. એટલા માટે ધર્મશબ્દનાં “ગતિકરણ” એવા તાત્વિક અર્થ સાથે તેનાં પુણ્યકર્મ ” એ નૈતિક અર્થનો કેઈ પણ પ્રકારનો સંબંધ હોઈ શકે નહિ. અધર્મની બાબતમાં પણ કહી શકાય કે એ તત્ત્વ દુઃખમય સંસાર અથવા યંત્રણાપૂર્ણ નરકમાં જીવની સ્થિતિ જેવી રીતે સંભવિત કરે છે તેવી જ રીતે વળી આનંદધામ ઉર્વલોકમાં જીવની સ્થિતિ સંભવિત કરે છે. એથી સ્થિતિકરણ અધર્મની સાથે પાપકર્મ રૂપ અધર્મનો કોઈ પણ સંબંધ હોઈ શકે નહિ. વળી એમ પણ કહી શકાય નહિં કે પુણ્યકર્મ કરવામાં અમુક પ્રયત્નશીલતા હોય છે. અને પાપકર્મમાં અમુક જડતા હોય છે, તેથી ગતિ-કારણવાચક ધર્મ-શબ્દની સાથે પુણ્યકર્મવાચક ધર્મ–શબ્દને સંબંધ છે અને સ્થિતિકારણ વાચક અધર્મશબ્દની સાથે પાપકર્મવાચક અધર્મશદને સંબંધ છે. જૈનધર્મની નીતિમાં જ નહિં પણ ભારતની લગભગ બધી જ ધમનીતિમાં એક વાતનો સ્વીકાર થએલો છે કે પુણ્યવાન, સુકર્મી અથવા ધર્મસાધક વ્યક્તિ દિયાવાન ન પણ હોય. અચંચળ સ્થિતિ કે ચિરગંભીર વૈર્યની ભારતીય ધર્મનીતિમાં અનેક સ્થળે પ્રશંસા કરવામાં આવેલી છે અને એને જ સાધનાનું મૂળ અને લક્ષ્ય કહેલ છે. એ દૃષ્ટિએ જોતાં ધર્મ કરતાં અધર્મ જ વધુ પ્રમાણમાં ધર્મપષક છે એમ કહી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286