________________
૨૦
કંધ, સંજ્ઞાસ્કધ, સંસ્કારકંધ અને વિજ્ઞાન સ્કંધ નામે પાં જુદા જુદા સ્કનો ઉલ્લેખ કરે છે; છેલ્લા સ્કંધ સિવાય બાકીના બીજા સ્કંધે સંભવી ન શકે એવા હોવા છતાં બૌદ્ધો પાંચે સ્કોને સ્વીકાર કરે છે. એટલે એક પદાર્થ બીજા પદાર્થ ઉપર આધાર રાખતા હોય તો પણ જે બનેના કાર્યમાં મૌલિક ભેદ હોય તે બન્ને પદાર્થનું જૂ દુ અસ્તિત્વ સ્વીકારવું જોઈએ.
ધર્મ અને અધર્મ અમૂર્ત દ્રવ્ય છે, એટલે તેઓ બીજા પદાર્થની ગતિ–સ્થિતિમાં કેવી રીતે સહાયક થઈ શકે? એવી શંકા લાવવાનું કારણ નથી. દ્રવ્ય અમૂર્ત હોવા છતાં પણ કાર્ય કરી શકે છે. આકાશ અમૂર્ત હોવા છતાં પણ બીજા પદાર્થને અવકાશ આપે છે. સાંખ્યદર્શનસંમત પ્રધાન પણ અમૂર્ત છે, આમ છતાં પુરુષને માટે એનું જગત પ્રસવનું કાર્ય સ્વીકારાય છે. બૌદ્ધદર્શનનું વિજ્ઞાન અમૂર્ત હોવા છતાં નામ રૂપાદિની ઉત્પત્તિનું કારણ છે. વૈશેષિકસંમત અપૂર્વ પણ શું છે ? એ પણ અમૂર્ત છે; એમ છતાં એ જીવના સુખદુઃખાદિનું નિયામક છે. એટલે ધર્મ અને અધર્મ અમૂર્ત હોવ છતાં કાર્ય કરે છે એ વિષે શંકા લાવવી નિરર્થક છે.
ધર્મ અને અધમ શબ્દ સાધારણ રીતે નૈતિક અર્થમાં વપરાય છે, છતાં જૈનદર્શનમાં એ બન્ને દ્રવ્ય છે, બે એ અજીવ તત્ત્વ છે. કોઈ કોઈ ધર્મ અધર્મના એ બે અર્થ વચ્ચે સંબંધ શોધવાનો પ્રયત્ન કરે છે, તેની જ આલેચના અમે ઉપસંહારમાં કરીશું. ધર્મ ગતિનું કારણ છે અને અધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org